ગૂગલ પર હવે છેલ્લા 15 મિનિટની હિસ્ટ્રી કરી શકાશે ડિલીટ પોર્ન સર્ચ કર્યું હશે તે જાણો
ગૂગલ પોતાના યૂઝર્સ માટે છેલ્લા 15 મિનિટમાં સર્ચ કરેલી હિસ્ટ્રીને તાત્કાલિક હટાવવા માટે નવી સુવિધા લઈને આવી રહ્યું છે. જેને યૂઝર્સની પ્રાઈવેસીની દિશામાં એક મોટું પગલું માનવામાં આવી રહ્યું છે.પ્રાઈવેસી સંબંધી ફીચર વધારવાની દિશામાં આગળ વધવાની એક કારણ એ પણ છે કે ગૂગલ અને ફેસબૂક જેવી ટેક કપંનીઓ પર યૂઝર્સની પ્રાઈવેસીને લઈને ઘણી વખત તપાસનો સામનો કરવો પડ્યો છે અને ઉપયોગકર્તા અને નિયામકો તરફથી તેમની પ્રાઈવેસી માટે યોગ્ય પગલા ભરવા માટે દબાણ પણ કરાયું છે.
ગૂગલે ડેવલપર્સ માટે પોતાની વાર્ષિક ગૂગલ આઈસો કૉન્ફરન્સમાં 'ક્વિક-ડિલીટ' સર્ચ હિસ્ટ્રી ફીચરની જાહેરાત કરી
પોતાની ગૂગલ સર્ચ હિસ્ટ્રીને ક્વિક ડિલીટ કઈ રીતે કરશો ?
તમારી હાલની ગૂગલ સર્ચ હિસ્ટ્રીને બસ બે સ્ટેપમાં ક્વિક ડિલીટ કરી શકાય છે. બસ તેના માટે તમારી પાસે ગૂગલ એકાઉન્ટ હોવું જોઈએ.
સ્ટેપ 1- ગૂગલ એકાઉન્ટ પ્રોફાઈલ પિક્ચર પર ટેપ કરો. એક ડ્રોપ-ડાઉન મેનૂ જોવા મળશે.
સ્ટેપ 2- 'ડિલીટ લાસ્ટ 15 મિનિટ' પર ક્લિક કરો અને બસ તમારી સૌથી છેલ્લી હિસ્ટ્રી ગાયબ થઈ જશે.
બ્લૂમબર્ગની રિપોર્ટ મુજબ ગૂગલ ઈવેન્ટમાં પ્રાઈવેસી રિલેટેડ અન્ય સુવિધાઓ વિશે જાણકારી આપવામાં આવી હતી અને જેમાં પાસવર્ડ સુરક્ષા અને એન્ડ્રોઈડ ઉપકરણો માટે ડેટા ઉપયોગ મંજૂરી સાથે જોડાયેલા ટૂલ સામેલ છે.
ફિટ્ઝપૈટ્રિકે જણાવ્યું હતું કે 'બીજું કોઈ આ પ્રકારની તકનીકી રીતે મજબૂત અને ચકાસી શકાય તેવી ગોપનીયતા સુવિધાઓ પ્રદાન નથી કરતું.'
રિપોર્ટમાં કહેવામાં આવ્યું છે કે બીજી એક વિશાળ ટેક કંપની એપલે પોતાના આઈફોનને ગૂગલની એન્ડ્રોઇડ ઓપરેટિંગ સિસ્ટમની તૂલનામાં વધુ સુરક્ષિત ડિવાઇસ તરીકે સ્થાપિત કરવામાં 'વર્ષો' લીધા છે.
યૂઝર્સ પ્રાઈવેસી માટે ટેક કંપનીઓ પહેલા પણ પગલા ભરી ચૂકી છે
મે 2019 માં, ગૂગલે વપરાશકર્તાઓની પ્રાઈવેસીને ધ્યાનમાં રાખીને તેમની સુવિધા માટે ગુગલ સર્ચ ફંક્શનમાં ડેટા કંટ્રોલ માટે ઘણી સુવિધાઓ ઉમેરી હતી. જો કે, ઘણા વપરાશકર્તાઓ તેમના નિયંત્રણ કરવાની સુવિધાને જાણતા નહી હોય પરંતુ હિસ્ટ્રીને હટાવવી યૂઝર્સની પ્રાઈવેસી સુરક્ષિત કરવાનો વધુ અસરકારક હશે.
2019 માં પ્રાઈવેસી ફીચર્સની શરૂઆત કરતા ગૂગલે એક બ્લોગમાં કહ્યું હતું, 'તમને તમારા ગૂગલ એકાઉન્ટમાં લોકેશન હિસ્ટ્રી અને વેબ અને એપ્લિકેશન પ્રવૃત્તિઓને સરળતાથી ચાલુ / બંધ કરવાની સુવિધા મળેલી છે અને જો તમે ઇચ્છો તો તમામ ડેટા મેન્યુઅલી ડિલીટ પણ કરી શકો છો. આ વિકલ્પો ઉપરાંત, અમે ઓટો-ડિલીટની જાહેરાત કરી રહ્યાં છીએ જે તમારા ડેટાને સંચાલિત કરવાનું વધુ સરળ બનાવે છે. '
બ્લોગમાં કહેવામાં આવ્યું હતું, 'ઓટો ડિલીટ કંટ્રોલની સાથે યૂઝર્સ એક સમય પસંદ કરી શકે છે તે પોતાના કેટલા સમય સુધીની ગતિવિધિઓ સાથે જોડાયેલો ડેટા ગૂગલ દ્વારા કેટલા સમય સુધી રાખવા માંગે છે. તે સમયગાળા પહેલાંનો કોઈપણ ડેટા આપમેળે તમારા એકાઉન્ટમાંથી હટી જશે. '
ઓટો-ડિલીટ કંટ્રોલ લોકેશન હિસ્ટ્રી અને વેબ અને એપ ગતિવિધિ સંબંધિત યૂઝર્સ ડેટાને હટાવવા માટે લાગૂ હતું.
જાન્યુઆરી 2020 માં, ફેસબુક પ્રમુખ માર્ક ઝુકરબર્ગે ' દશકની શરૂઆત તમને તમારી પ્રાઈવેસી પર અને નિયંત્રણની સાથે' શીર્ષકથી લખવામાં આવેલા એક બ્લોગમાં યૂઝર્સ હિસ્ટ્રી ડિલીટ કરવાના કેટલાક ઉપાય જણાવ્યા હતા.
ઝુકરબર્ગે બ્લોગમાં જણાવ્યું હતું કે દુનિયાભરમાં તમામ યૂઝર્સ માટે 'ઓફ ફેસબુક એક્ટિવિટી' નામનું એક ટૂલ ઉપલબ્ધ હશે. પહેલા આ ટૂલ ફક્ત આયર્લેન્ડ, દક્ષિણ કોરિયા અને સ્પેન જેવા પસંદગીના દેશોમાં ઉપલબ્ધ હતું.
ઝુકરબર્ગે કહ્યું હતું, 'અન્ય વ્યવસાયો અમને પોતાની સાઇટ્સ પર તમારી ગતિવિધિઓ વિશેની માહિતી મોકલે છે અને અમે તે માહિતીનો ઉપયોગ તમારા માટે યોગ્ય જાહેરાતો બતાવવા માટે કરીએ છીએ.'
તેમણે વધુમાં કહ્યું કે, પરંતુ હવે ઓફ ફેસબુક એક્ટિવિટી ટૂલ સાથે ' તમે એ જાણકારીની સમરી જોઈ શકો છો અને જો તમે ઈચ્છો તો તેને પોતાના એકાઉન્ટમાંથી હટાવી શકો છો.
જ્યારે આ ટૂલને સૌ પ્રથમ 2019 માં રજૂ કરવામાં આવ્યું હતું ત્યારે ફેસબુકએ કહ્યું હતું , 'જો તમે તમારી ફેસબુક એક્ટિવિટીને ડિલીટ કરો છો તો અમે તમારી ઓળખ સંબંધી જાણકારી એ ડેટામાંથી હટાવી દેશું જેનો ઉપયોગ એપ અને વેબસાઈટ અમને મોકલવા માટે કરે છે. અમે એ નહી જાણી શકીએ કે તમે કઈ વેબસાઈટ ખોલી અથવા તમે ત્યાં શું જોયુ અમે તમારા તરફથી ડિસ્કનેક્ટ કરવામાં આવેલા કોઈપણ ડેટાનો ઉપયોગ ફેસબુક, ઈન્સ્ટાગ્રામ અથવા મેસેન્જર પર જાહેરખબર દર્શાવવા
👉👉Other
તમારો Google શોધ ઇતિહાસ કેવી રીતે કાઢી નાખવો
જો તમે તમારા ડિફોલ્ટ સર્ચ એન્જિન તરીકે Google નો ઉપયોગ કરો છો, તો તમે કદાચ નોંધ્યું હશે કે તે તમારા શોધ ઇતિહાસ અને અન્ય ઑનલાઇન પ્રવૃત્તિઓનો ટ્રૅક રાખે છે. આ તમારા પરિણામોને વ્યક્તિગત કરવા અને તમને સંબંધિત સૂચનો આપવા માટે ઉપયોગી થઈ શકે છે, પરંતુ તે કેટલીક ગોપનીયતાની ચિંતાઓ પણ વધારી શકે છે. તમે Google તમારી અંગત માહિતીને સંગ્રહિત કરવા અથવા તેને તૃતીય પક્ષો સાથે શેર કરવા માંગતા નથી અથવા તમે તમારા ઉપકરણ પર થોડી જગ્યા ખાલી કરવા માગી શકો છો.
સદનસીબે, Google તમને તમારા શોધ ઇતિહાસને આંશિક અથવા સંપૂર્ણ રીતે કાઢી નાખવાનો વિકલ્પ આપે છે. પ્રવૃત્તિ ટ્રેકિંગ સુવિધાને બંધ કરીને તમે Google ને તમારી ભાવિ શોધ સાચવવાથી પણ રોકી શકો છો. આ બ્લોગ પોસ્ટમાં, અમે તમને બતાવીશું કે આ બંને વસ્તુઓને થોડા સરળ પગલામાં કેવી રીતે કરવું.
તમારો Google શોધ ઇતિહાસ આંશિક રીતે કેવી રીતે કાઢી નાખવો
જો તમે ફક્ત તમારા કેટલાક શોધ ઇતિહાસને કાઢી નાખવા માંગતા હો, તો તમે આ પગલાંને અનુસરીને આમ કરી શકો છો:
1. my activity પર જાઓ અને તમારા Google એકાઉન્ટ વડે સાઇન ઇન કરો.
2. ડાબી બાજુની સાઇડબાર પર, "Delete activity by" પર ક્લિક કરો.
3. "તારીખ દ્વારા કાઢી નાખો" હેઠળ, ડ્રોપ-ડાઉન મેનૂમાંથી સમય શ્રેણી પસંદ કરો. તમે આજ, ગઈકાલ, છેલ્લા 7 દિવસ, છેલ્લા 30 દિવસ, બધા સમય અથવા કસ્ટમ શ્રેણીમાંથી પસંદ કરી શકો છો.
4. "વિષય અથવા ઉત્પાદન દ્વારા કાઢી નાખો" હેઠળ, ડ્રોપ-ડાઉન મેનૂમાંથી "શોધ" પસંદ કરો.
5. પુષ્ટિ કરવા માટે "આગલું" અને પછી "કાઢી નાખો" પર ક્લિક કરો.
આ પસંદ કરેલ સમય શ્રેણીમાં તમારી બધી Google શોધોને કાઢી નાખશે. તમે મેનૂમાંથી અનુરૂપ ઉત્પાદન પસંદ કરીને YouTube જોવાયાનો ઇતિહાસ, Google નકશા ઇતિહાસ અથવા Chrome બ્રાઉઝિંગ ઇતિહાસ જેવી અન્ય પ્રકારની પ્રવૃત્તિને પણ કાઢી શકો છો.
તમારો Google શોધ ઇતિહાસ સંપૂર્ણપણે કેવી રીતે કાઢી નાખવો
જો તમે તમારા તમામ Google શોધ ઇતિહાસને એકસાથે કાઢી નાખવા માંગતા હો, તો તમે આ પગલાંને અનુસરીને આમ કરી શકો છો:
1. my activity google પર જાઓ અને તમારા Google એકાઉન્ટ વડે સાઇન ઇન કરો.
2. ડાબી બાજુની સાઇડબાર પર, "Delete activity by" પર ક્લિક કરો.
3. "તારીખ દ્વારા કાઢી નાખો" હેઠળ, ડ્રોપ-ડાઉન મેનૂમાંથી "બધા સમય" પસંદ કરો.
4. "વિષય અથવા ઉત્પાદન દ્વારા કાઢી નાખો" હેઠળ, ડ્રોપ-ડાઉન મેનૂમાંથી "બધા ઉત્પાદનો" પસંદ કરો.
5. પુષ્ટિ કરવા માટે "આગલું" અને પછી "કાઢી નાખો" પર ક્લિક કરો.
આ તમામ ઉત્પાદનો અને ઉપકરણોમાંથી તમારી બધી Google પ્રવૃત્તિને કાઢી નાખશે. ધ્યાન રાખો કે આ તમારા પ્રવૃત્તિ ડેટા પર આધાર રાખતી કેટલીક સુવિધાઓ અને સેવાઓને અસર કરી શકે છે, જેમ કે વ્યક્તિગત ભલામણો, જાહેરાતો અને વૉઇસ સહાયક.
Google પ્રવૃત્તિ ટ્રેકિંગને કેવી રીતે બંધ કરવું
જો તમે ઇચ્છતા નથી કે Google તમારી ભાવિ શોધો અથવા અન્ય ઑનલાઇન પ્રવૃત્તિઓ સાચવે, તો તમે આ પગલાંને અનુસરીને પ્રવૃત્તિ ટ્રેકિંગ સુવિધાને બંધ કરી શકો છો:
1. my account પર જાઓ અને તમારા Google એકાઉન્ટથી સાઇન ઇન કરો.
2. ડાબી સાઇડબાર પર, "ડેટા અને વૈયક્તિકરણ" પર ક્લિક કરો.
3. "પ્રવૃત્તિ નિયંત્રણો" હેઠળ, "તમારા પ્રવૃત્તિ નિયંત્રણો મેનેજ કરો" પર ક્લિક કરો.
4. "વેબ અને એપ્લિકેશન પ્રવૃત્તિ" ની બાજુમાં સ્વીચને બંધ કરો.
5. પુષ્ટિ કરવા માટે "થોભો" પર ક્લિક કરો.
આ Google ને તમારી શોધ, સ્થાન ઇતિહાસ અને ઉપકરણ માહિતી સહિત તમારી વેબ અને એપ્લિકેશન પ્રવૃત્તિને સાચવવાનું બંધ કરશે. તમે સંબંધિત સ્વીચોને ટૉગલ કરીને YouTube ઇતિહાસ અથવા વૉઇસ અને ઑડિઓ પ્રવૃત્તિ જેવી અન્ય પ્રકારની પ્રવૃત્તિ ટ્રૅકિંગને પણ બંધ કરી શકો છો.
નિષ્કર્ષ
તમારા Google શોધ ઇતિહાસને કાઢી નાખવાથી તમને તમારી ગોપનીયતા સુરક્ષિત કરવામાં અને તમારા ઉપકરણ પર થોડી સ્ટોરેજ જગ્યા ખાલી કરવામાં મદદ મળી શકે છે. પ્રવૃત્તિ ટ્રેકિંગ સુવિધાને બંધ કરીને તમે Google ને તમારી ભાવિ શોધ સાચવવાથી પણ રોકી શકો છો. અમે આશા રાખીએ છીએ કે આ બ્લોગ પોસ્ટે તમને આ બંને વસ્તુઓ સરળતાથી અને ઝડપથી કેવી રીતે કરવી તે શીખવામાં મદદ કરી છે.


Good Job
ReplyDelete